1 કરોડ રૂપિયા આપીને આ મહિલાને લગાવી શકો છો હોઠ પર, જાણો શું છે ખાસ

આપણે દુનિયામાં ઘણી વાર જોતા હોય છે કે, ઘણા આર્ટિસ્ટની કળા એવી છે કે જેને જોઈને થોડા સમય માટે તો મગજ કામ કરવાનું બંધ કરી દે.

એક મહિલાએ હાલમાં તેની કળાને એવી રીતે કંડારી છે કે, જોતા તો એવું જ લાગે કે કોઈ અસલી મહિલા અથવા તો પ્લાસ્ટિકનું પૂતળું છે. પરંતુ જયારે તમને તેની સચ્ચાઈ જાણવા મળશે ત્યારે તમારું મગજ ચક્કર ખાઈ જશે.

જો કોઈ તમને ભૂલેચૂકે પણ કહે કે આ મહિલા અથવા પ્લાસ્ટિકના પૂતળાને સ્વાદિષ્ટ કેકને જેમ ખાઈ પણ શકો છો. આ વાત સાંભળીને તમને થોડીવાર માટે આશ્ચર્ય થશે. પરંતુ આજ અમે તમને એક એવી મહિલા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે કેક બનાવવામાં માહિર છે.

બ્રિટેનની એક મહિલા સેલિબ્રિટી કેક ડિઝાઈનર છે.જેનું નામ ડેબી વિધેંમ્સ છે. ડેબીની ખાસ વાત એ છે કે, તે કોઈ પણ આકારની રિયલ દેખાનારી કેક બનાવવામાં માહેર છે.

ડેબીએ હાલમાં જ ખુબસુરત ગાઉન પહેરેલી મહિલાની કેક બનાવી છે. આ કેક પુરા કરવા માટે 10 દિવસનો સમય લાગ્યો છે.

આ કેક બનાવવામાં ડેબીને 1 હજાર અસલી મોતી, 5 હજાર ફૂલ, 1 હજાર ઈંડા, 25 કિલો ચોકલેટનો ઉપયોગ કર્યો છે. આ કેકનું કુલ વજન 100 કિલો છે.

આ કેક ડેબીએ આ વર્ષની શરૂઆતમાં દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં થયેલી એક બ્રાઇડલ શોકેસમાં પેશ કરવામાં આવી હતી. આ કેક જોઈને ઘણા લોકોએ ડેબીને અભિનંદન પાઠવ્યા હતા.

આ કેકની ખાસ વાત એ છે કે, આ કેકને દુનિયાનો સૌથી મોંઘી કેક કહી શકાય. આ કેકની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ રીતે ડેબીએ આ કેક બનાવીને આ રેકોર્ડ કાયમ કરી લીધો છે.

આ પહેલા આટલી મોંઘી કેક કોઈએ પણ કયારે નથી બનાવી. જયારે વાત કેક બનાવવાની આવે ત્યારે ડેબીનો કોઈ જવાબ નથી હોતો. આ પહેલા પણ ડેબી ઘણી આકર્ષક અને અનોખી કેક બનાવી ચુકી છે.

આ પહેલા ડેબીએ સોફાના આકારની કેક પણ બનાવી હતી જે લોકોને બહુજ પસંદ આવી હતી. ડેબીએ બોલિવુડ સ્ટાઇલ વાલી એક મહિલાની કેક બનાવી ચુકી છે. ડેબીની કેક સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ડેબીની આ ટેલેન્ટ જોઈને ઘણા લોકો હેરાન થઇ જાય છે. ડેબીની બનાવેલી કેકની કિંમત લાખો રૂપિયા હોય છે.

મર્સીડીઝ બેન્ઝ સીએલએની શરૂઆતની કિંમત 32 લાખ રૂપિયા છે. ત્યારે તમે આ કેકની કિંમતમાં 3 મર્સીડીઝ ખરીદી શકો છો.