અનુષ્કા શર્મા કરતા પણ વિરાટ કોહલી ની ભાભી છે વધારે સુંદર, એક વાર આતસવીરો જોશો તો તમે પણ કહેશો વાહ..

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક એવી હસ્તી છે, જેને લઇને ફેન્સનો ક્રેઝ ક્યારેય ઓછો થતો નથી. ના માત્ર ભારતમાં પરંતુ દુનિયાના બધા જ લોકપ્રિય ક્રિકેટર માંથી એક જાણીતા વિરાટ કોહલીની શાનદાર રમતની સંપૂર્ણ દુનિયા દિવાની છે. ભારત જ નહી પરંતુ દુનિયાભરમાં વિરાટના કરોડો ચાહકો છે. વિરાટની લોકપ્રિયતાનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

વિરાટ કોહલી હંમેશા પોતાની રમતના કારણે ચર્ચામાં છવાયેલા રહે છે. વિરાટ એક એવા ક્રિકેટર છે, જેમના વિશે ફેન્સ વધારેમાં વધારે જાણવા માટે ઉત્સુક રહે છે.

વિરાટની સાથે જોડાયેલ અત્યાર સુધીની ઘણી વાતો લોકોની સામે આવી ચૂકી છે પરંતુ આજે અમે તમને વિરાટના ભાઈ અને તેમની સુંદર ભાભી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. વિરાટના મોટાભાઈ અને વિરાટની ભાભીની જોડી ખૂબ જ સુંદર છે.

વિરાટ વિશે એ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે વિરાટ કોહલીની એક બહેન અને તેમને એક ભાઈ પણ છે. બહેનનું નામ ભાવના કોહલી તો તેમના મોટા ભાઈનું નામ વિકાસ કોહલી છે. વિરાટનાં ભાઈનાં લગ્ન ચેતના કોહલી સાથે થયા હતાં. વિરાટની ભાભી ચેતના  કોહલીની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. વિરાટ કોહલીની ભાભી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે.

વિરાટની ભાભીની તસ્વીરો જોયા બાદ તે કહેવું જરા પણ ખોટું નહિ હોય કે તે સુંદરતાની બાબતમાં પોતાની દેરાણી એટલે કે અનુષ્કા શર્માને પણ સારી એવી ટક્કર આપે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર અનુષ્કાની જેઠાણી ચેતના કોહલીની અમુક તસ્વીરોએ હંગામો મચાવ્યો છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે અને જોવા વાળાની નજર બસ તેમના પણ ટકેલી રહી ગઈ છે.

વિરાટ કોહલીની ભાભી ચેતના જ્યાં ઘણી સુંદર છે તો તેમના ભાઈ વિકાસ કોહલી પણ સેમ ટુ સેમ તેમનાં ભાઈ વિરાટ કોહલી જેવા જ દેખાય છે. બંને ભાઈઓનો ચહેરો ઘણા હદ સુધી મળતો આવે છે.

વિરાટ પોતાના પરિવારની ખૂબ જ નજીક છે અને સમય કાઢીને તેમને મળવા પણ જાય છે. વિરાટના ભાઈ-ભાભી ઘણીવાર એકસાથે જોવા મળે છે. તે બંને વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટી દરમિયાન પણ સાથે જોવા મળ્યાં હતાં.

વિરાટ કોહલીની ભાભી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળે છે અને તે હંમેશા પોતાના પતિ સાથે તસ્વીરો શેર કરતી રહે છે. તસ્વીરો જોયા બાદ તે કહેવું જરા પણ ખોટું નથી કે વિરાટની ભાભી અને અનુષ્કાની જેઠાણી કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી સુંદર લાગતી નથી. વિરાટનાં ભાઈ અને ભાભી દિલ્હીમાં રહે છે. ચેતના એક હાઉસવાઈફ છે. ચેતનાની વિરાટની સાથે સાથે અનુષ્કા શર્મા સાથે પણ સારી બોન્ડિંગ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલનાં દિવસોમાં પત્નિ અનુષ્કા શર્મા અને તેની દિકરી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. ભારત હાલમાં જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ WTC ફાઇનલમાં રમ્યું હતું. વળી હવે ભારતને ઓગસ્ટથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ૫ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં વેકેશનની મજા લઇ રહી છે.