ગુજરાત ની આ કંપની લોકો ને બિઝનેસ કરવા માટે ફ્રી માં બનાવી આપશે સોડા શોપ..જાણો તેમનો કોન્ટેક નંબર અને મેળવો આખી માહિતી

હાલના સમયમાં ચાલી કોરોના ને લીધે વૈશ્વિક મંદીને ધ્યાનમાં લેતા કોઈપણ નવો બિઝનેસ શરૂ કરવો અત્યંત મુશ્કેલ ભર્યું છે. કોઈપણ નાનો બિઝનેસ શરૂ કરવા માટે પણ ઓછામાં ઓછું ૫ થી ૧૦ લાખનું રોકાણ થઈ શકે છે. બિઝનેસ શરૂ કર્યા પછી પણ સફળતા મળશે કે નહીં તે નક્કી હોતું નથી. તો હવે વિચાર આવશે કે એવો ક્યો બિઝનેસ કરવો જેમાં ખુબ ઓછા રોકાણમાં વધુમાં વધુ વળતર મેળવી શકાય.

કોઈપણ કંપની ફ્રેંચાઈઝી આપે છે ત્યારે મોટી એવી રકમ વસુલ કરે છે તથા બિઝનેસ શરૂ કરવાનો તમામ ખર્ચ પણ ફ્રેંચાઈઝી લેનાર વ્યક્તિએ ખર્ચ કરવાનો રહે છે. મતલબ કે કોઈપણ કંપનીની ફ્રેંચાઈઝી શરૂ કરવા માટે અંદાજે ઓછામાં ઓછા ૧૦ લાખનો ખર્ચ આવી શકે છે.

ગુજરાતની એક કંપની પોતાનાં ખર્ચે સંપૂર્ણ ફ્રી માં શોપ બનાવીને ફ્રેંચાઈઝી આપી રહી છે અને બિઝનેસ શરૂ કરવામાં સહાય કરી રહી છે. આ બિઝનેસમાં તમે ઓછામાં ઓછા રોકાણથી દર મહિને અંદાજે ૫૦ હજાર જેવુ કમાઈ શકો છો. જુનાગઢ અને વડોદરામાં આવેલી સોડા ફાઉન્ટેન મશીન બનાવતી કંપની J.P. Sodawala પોતાના ખર્ચે સંપૂર્ણ ફ્રી માં સોડા શોપ બનાવી આપે છે.

સોડા શોપ બનાવી આપતી અન્ય કંપનીઑ ફ્રેંચાઈઝી માટે ૧૦ લાખ જેવી રકમ લે છે. ઉપરાત ફ્રેંચાઈઝી આપ્યા બાદ પણ અન્ય કંપનીઑ જ્યાં સુધી બિઝનેસ ચાલે ત્યાં સુધી વેપારીના નફાનો ૨૫% હિસ્સો કંપની પાસેથી લેવી પડતી પ્રોડક્ટમાં જતો રહે છે.

સોડા શોપની ફ્રેંચાઈઝી લેનાર વેપારીએ સોડા શોપમાં વાપરવામાં આવતી તમામ પ્રોડક્ટ રોયલ્ટી સ્વરૂપમાં કંપની પાસેથી લેવી પડતી હોય છે. મતલબ કે ફ્રેંચાઈઝી લેનાર વ્યક્તિના હિસ્સામાં આટલું મોટું રોકાણ અને મહેનત કરવા કરવા છતાં પણ ૭૫% જ નફો આવે છે. જ્યારે આ કંપનીમાં એવી કોઈ શરત રાખવામા આવેલ નથી.

આ કંપની મફતમાં શોપ બનાવી આપે છે અને વેપારીએ કંપનીને કોઈપણની રોયલ્ટી ચૂકવવી પડતી નથી. જેથી વેપારી પોતાની મહેનતનુ પૂરું વળતર મેળવી શકે છે. કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા ઘણા સોડા શોપ માંથી લોકો અત્યારે દર મહિને અંદાજે ૫૦ હજાર જેવી આવક મેળવી રહ્યા છે. સોડા શોપ ઉપરાંત કંપની ફ્લેવર્સ (એસેન્સ)નું પણ વેચાણ કરે છે.

સોડાશોપ બનાવવા ઇચ્છતા વ્યક્તિ પાસે પોતાની અથવા ભાડે દુકાન હોવી જોઈએ જેનું ACPનું કામ કંપની દ્વારા કરી આપવામાં આવશે જેના માટે અન્ય કંપનીઓ ચાર્જ લે છે. સાથો સાથ લાઇટિંગ બોર્ડ પણ કંપની દ્વારા ફ્રીમાં બનાવી આપવામાં આવશે. ફ્રી ફ્રેંચાઈઝી લેવા માટે કોઈપણ વ્યક્તિએ ફક્ત મોટું સોડા મશીન કંપની પાસેથી વેચાતું લેવાનું રહેશે.

સામાન્ય રીતે કોઈપણ પ્રોડક્ટ ઉપર કોઈપણ કંપની દ્વારા ૧-૨ વર્ષની ગેરેન્ટી કે વૉરંટી આપવામાં આવતી હોય છે. પરંતુ આ કંપનીની ખાસ અને અગત્યની વાત એ છે કે કંપની પોતાની પ્રોડક્ટ ઉપર પાંચ વર્ષની ગેરેન્ટી આપે છે, જે ભારતમાં કોઈપણ કંપની આપતી નથી. સાથો સાથ સોડા સિસ્ટમ પર કંપની તરફથી લાઇફ ટાઇમની ગેરેન્ટી આપવામાં આવે છે.

હવે દરેક વ્યક્તિના મનમાં પહેલો સવાલ એ થશે કે કંપની ફ્રી માં સોડા શોપ શા માટે બનાવી આપે છે? તેના જવાબમાં કંપનીએ જણાવ્યુ હતું કે તેઓ પોતાની કંપનીની જાહેરાત માટે ફ્રી માં સોડા શોપ બનાવી આપે છે. કંપની વિશે જાણવા માટે તેમની વેબસાઇટ www.shreejisodafountain.com પર વધુ વિગત મેળવી શકાય છે. તે સિવાય વધુ માહિતી માટે અમારા ફેસબુક પેજ JP Sodawala ની પણ મુલાકાત લઈ શકો છો.