આ બે રાશિઓને ક્યારે પણ ન પહેરવો જોઈએ કાળો દોરો, કારણ જાણી દંગ રહી જશો

મિત્રો, આપણાં પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ ધરાવતા આ દેશ મા કાળો દોરો એ તંત્ર-મંત્ર અને સાધના માટે અત્યંત લોકપ્રિય છે. જો તમારા પર કોઈ ની કુદ્રષ્ટી હોય અથવા કોઈ અનિષ્ટ શક્તિ તમને પરેશાન કરી રહી હોય ત્યારે તમારા વડીલો દ્વારા કાળા દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અહી આજે આપણે આ લેખ મા એ ચર્ચા કરવાની છે કે શું કાળો દોરો એ દરેક વ્યક્તિ માટે લાભદાયી છે?

કાળો દોરો એ આપણું માત્ર કુદ્રષ્ટી થી જ રક્ષણ નથી કરતો, પરંતુ તે આપણાં શનિ ને પણ પ્રબળ બનાવે છે. આપણાં પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર મુજબ એવી બે રાશિઓ છે,

જેના માટે કાળા દોરા ને લાભદાયી માનવામાં આવતાં નથી. આ બે રાશિઓ માંની એક રાશિ છે મેષ રાશિ અને બીજી રાશી છે વૃશ્ચિક રાશી. આ બંને રાશિઓ ના આધિપતિ મંગળ છે અને મંગળ ને કાળો રંગ જરા પણ પસંદ નથી. મંગળ ને લાલ રંગ વધુ પડતો પ્રિય હોય છે. કારણ કે , તેનો રંગ પણ લાલ છે.

આ રંગ સૈન્ય , જમીન, યુદ્ધ અને સેન્ય શક્તિ નું પરિબળ છે. વૈદિક જ્યોતિષ અનુસાર જો મેષ અને વૃશ્ચિક રાશિ ના લોકો કાળો દોરો ધારણ કરે તો તેમના જીવન મા સમસ્યાઓ ઉદભવવા ની સંભાવના મા વૃદ્ધિ થાય છે. વ્યક્તિ ની નિર્ણયશક્તિ મા ઘટાડો થઈ જાય છે. કાળા દોરા સાથે આ રાશિ ના ચિહ્નો ના યોગ્ય રીતે સુમેળ સર્જાઈ શકતો નથી. આ એક વસ્તુ તેમના જીવન મા નિષ્ફળતા નું કારણ પણ બની શકે છે.

તેથી આ રાશિ ના જાતકો એ ક્યારેય પણ કાળો દોરા ને ધારણ કરવો નહી. જો તુલા, મકર અને કુંભ રાશિ ના જાતકો ની વાત કરીએ તો આ લોકો માટે કાળો દોરો અત્યંત શુભ સાબિત થાય છે.

તુલા રાશિ એ શનિ ની ઉચ્ચ નિશાની છે. જયારે શનિ એ મકર અને કુંભ રાશિ નો સ્વામી છે. આ રાશિ ના જાતકો આ કાળા દોરા ધારણ કરીને રોજગારી મેળવી શકે છે. આ કાળો દોરો ધારણ કરવા માત્ર થી તેમના જીવન માંથી ગરીબી જડમૂળ થી દૂર થઈ જાય છે.