મૂળમાંથી દૂર થઇ જશે જિદી ચામડીના રોગ જેવા કે ધાધર, દાગ અને ખરજવું, ઘર બેઠા કરો આ ઉપાય…

આજકાલ ચામડીના રોગો ઝેરી અને મિલાવટ વાળા ખોરાકના લીધે તેમજ પ્રદુષણણે લીધે ખુબ જ વધ્યા છે.  બીજી તરફ જોઈએ તો ઋતુ અને વાતાવરણના લીધે પણ ઘણા ચામડીના રોગો થતા હોય છે.

આ જીદ્દી ચામડીના રોગો દુર કરવા પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. જુદા-જુદા મલમ અને ટ્યુબ ગમે તેટલો ઉપયોગ કરવા છતાં આ રોગ દુર થતા જ નથી.

ચામડીના રોગોને કાબુમાં કરવા ખુબ જ મુશ્કેલ હોય છે, ગમે તેટલા ખર્ચ પછી પણ રીઝલ્ટ નથી આપતા. પણ આજે અમે તમને જોરદાર ઘરેલું દવા બતાવીશું કે જેનાથી ગમે તેવા જુના ચામડીના રોગને પણ જડથી ખતમ કરી શકાશે.

પણ શરત એટલી કે નીચે બતાવેલો ઉપચાર ધ્યાનથી વાંચો, અને જેમ જણાવ્યું છે તે રીતે જ ફોલો કરો. નહિ તો ધાર્યા મુજબ રીઝલ્ટ ઓછું મળશે. સૌ પ્રથમ નીચે મુજબ સામગ્રી તૈયાર કરો.

ચામડીની સમસ્યા દૂર કરવા માટે કરો આ આયુર્વેદિક ઉપાય... જૂની ચામડીના રોગ પણ મટાડી દેશે. - PardesiDude

 લીમડાની પેસ્ટ (પ્રથમ જરૂરી વસ્તુ) 

લીમડો એક ભારતમાં આસાનીથી મળી રહેતી આયુર્વેદિક વનસ્પતિ છે. તે આયુર્વેદમાં ખુબ ઊંચું સ્થાન ધરાવે છે. આ લીમડો ચર્મરોગમાં ખુબ ઉપયોગી છે, ધાધર, ખરજવું વગેરે જેવા રોગોમાં ખુબ અકસીર છે.

તો લીમડાની પેસ્ટ બનાવવામાં સૌ પ્રથમ એક વાટકા જેટલા લીમડાના લીલા પાન લેવા, ત્યાર બાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી (2-3 ચમચી જેટલું) નાખો અને તેણે વાટીને તેની પેસ્ટ બનાવી લો.

કપૂરની ટીકડી કે ગોળી (બીજી જરૂરી વસ્તુ) 

આ ટીકડી ચમકાવી શકે છે કોઈનું પણ ભાગ્ય, ધનપ્રાપ્તિ માટે અજમાવો ખાસ ટોટકા - Sandesh

કપૂર આદી કાળથી એક ઔષધીના રૂપમાં કામ આપે છે. ઋષિમુનીઓ હવનમાં પણ તેનો ઉપયોગ કરતા અને હજુ પણ કરાય છે. આ કપૂર ચામડીના રોગ માટે પણ ખુબ ઉપયોગી છે.

આપણા જુના વૈદ્યો પણ કપૂરનો ચર્મરોગ માટે ઉપયોગ કરતા હતા. આ કપૂરની 1 ગોળી તમે લો. અને તેણે વાટીને તેનો એકદમ જીણો પાઉડર બનાવી લો.

એલોવેરાની જેલ. (ત્રીજી જરૂરી વસ્તુ) 

એલોવેરા જેલ થી રંગ થઈ જશે ગોરો…, અપનાવો આ ઘરેલુ ઉપચાર – Gujju Media

એલોવેરાનો ઉપયોગ આપણે અહી કહ્યા મુજબ કરવાનો છે. સૌ પ્રથમ ફ્રેશ એલોવેરા લઈને તેને ધોઈ નાખો. બાદ તેનું ઉપરનું કવર દુર કરીને તેની જેલ કાઢી લો.

આપણે તેમાંથી ૩-૪ ચમચી જેલ એક અલગ વાટકામાં લો. ત્યાર બાદ તેણે ચમચીથી હલાવી નાખો. જેથી તે જેલ એકદમ લીક્વીડ રૂપે બની જાય.

ઉપરની ત્રણેય સામગ્રીને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવાની પદ્ધતિ. 

બધાથી પહેલા એક સાફ બાઉલમાં ૩ ચમચી એલોવેરા જેલ લો, તેમાં 2 ચમચી લીમડાની પેસ્ટ ઉમેરો. અંતમાં જે કપૂરની ગોળીનો પાઉડર બનાવેલો તે એડ કરી દો. આ ત્રણેય વસ્તુને ધીમે-ધીમે મિક્સ કરી નાખો. 2 મિનીટ સુધી સારી રીતે મિક્સ કરો જેથી બધું બરોબર મિક્સ થઇ જાય.

આ મિક્સ કરેલી પેસ્ટનો ઉપયોગ કેમ કરવો.

જાણો…ચામડીના કોઈપણ હઠીલા રોગને જડથી મટાડવા, અપનાવો આ ખાસ ઉપાય | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये रुलाये

આ પેસ્ટ તમને જે ચામડીના ભાગમાં ખંજવાળ, ધાધર કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તે ભાગમાં લગાવો. આ પેસ્ટને કોટન (રૂ)ની  મદદથી લગાવો. જેથી કોઈ બીજો પ્રોબ્લેમ ના થાય.

જો કોટન ના હોય તો તમે હાથ વડે લગાવો. પણ ધ્યાન એ રાખવું કે તમારા હાથ ફ્રેશ હોવા જોઈએ. પૂરો ભાગ કવર થાય એ રીતે આ પેસ્ટ ત્યાં લગાવો.

આ પેસ્ટ થોડા સમય બાદ સુકાઈ જાય, બાદમાં થોડો સમય પેસ્ટ એમ જ રહેવા દો, ત્યાર પછી તે ભાગને પાણીથી ધોઈને સાફ કરો, આ પાણી વધુ પડતું ગરમ કે ઠંડુ ના લેવું. આ પાણી નોર્મલ હોય તો વધુ સારું અને પાણી સ્વચ્છ લેવું.

આ પેસ્ટ નો ઉપયોગ તમને જરૂર રાહત આપશે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ચામડીનો ગમે તેવો અઘરો રોગ પણ જડથી દુર થવાની પૂરી સંભાવના છે.

તેમજ ચામડીનું ઇન્ફેકશનના દાગ હશે તો તે પણ દુર થશે. તોળા જ સમયમાં તમને એમ લાગશે જ નહી કે, તમને કોઈ ચામડીનો રોગ પણ હતો.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું 

જ્યાં સુધી તમે આ ઉપચાર કરો છો ત્યાં સુધી ચામડીનો રોગ થયો હોય ત્યાં સાબુ, શેમ્પુ કે ક્રીમ જેવી કેમિકલ યુક્ત વસ્તુઓ લગાવવી નહિ. નહિ તો આ વસ્તુનો લાભ તમને થશે નહિ.

જો માથાના ભાગમાં તમને કોઈ ચામડીનો પ્રોબ્લેમ હોય તો આ પેસ્ટ લગાવતા પહેલા ડોકટરનો સંપર્ક જરૂર કરવો.