સંજીવની જેમ આ ફળ ગોઠણ ના દુખાવા, ડાયાબિટીસ, અને લોહી ની ઉણપ ને કરી દેશે ગાયબ… એકવાર જરૂર કરો સેવન

કુદરતની એક અમૂલ્ય ભેટ છે. હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફીંડલા પાક્યા પછી તેનો રંગ જાંબલી થઈ જાય છે  તે થોર પર ઉગતું ફળ છે.

હાથલા થોરના પાકા ફળો મધુર, રક્ત શુદ્ધિકર, પિતહર, લીવર માટે ગુણકારી - Abtak Mediaઆ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવા હોય ત્યાં જોવા મળતું હોય છે. તે ખુબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે.

આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે. ફીંડલાના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પણ ઘણા થતાં હોય છે તો આજે અમે તમને તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ જણાવીશું.

આજકાલ વજન વધવાના કારણે ઘણા લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે.

જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થાય છે. ભૂખ લગતી ન હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા ખાવાથી તે સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરે છે.

science says cactus fruit findla or prickly pear is very good for health - I am Gujaratફીંડલાનું મેંગેનીઝ ખોરાકમાં લેવાતા લોહતત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે આ ફળનું જયુસ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

તેમાં રહેલું પેક્ટિન નામનું તત્વ કોલસ્ટ્રોલના લેવલને જાળવી રાખવામા મદદ કરે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ ની માત્રા પણ વધારે છે જેને કારણે ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.

ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારૂપ સાબિત થાય છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી તેમાં રાહત મળે છે.

જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદાકારક  સાબિત થાય છે.

મફતમાં મળતા આ ફળથી હિમોગ્લોબીન, ડાયાબીટીસ, લોહીની ઉણપ, કેન્સર જેવા રોગો રહેશે દુર - Live 30 Mediaલોહીમાં સુગરના પ્રમાણ ને વધતું અટકાવવાનું અને શુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ પણ આ ફળ કરે છે. લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે ,

અને હિમોગ્લોબીન પણ વધારે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફીંડલાના જ્યુસ ને ગરમ પાણી સાથે લેવાથી હિમોગ્લોબીન લેવલ માં તરત જ ફેરફાર થાય છે.

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરૂ થઈ જાય છે ત્યારે ફિંડલા માં રહેલા તત્વો તેને કંટ્રોલ કરે છે. તે ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન ગણાય છે.

ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુરેટીન, ગેલિક એસિડ, ફિનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડન્ટ્સ ના  કારણે યકૃત એટલે કે પિત્તાશય માં રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ પણ સારી થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડા-પેશાબ થી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહી ને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ પીવાથી પિત્તાશયની તકલીફો દૂર કરી શકાય છે.

આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરૂરી કેલ્શિયમ નો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફ થાય છે.

તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શું તમને ખબર છે આ કાંટાળો થોર પણ આપણા શરીરને રાખે છે સ્વસ્થ બચાવે છે મોટા મોટા રોગોથી - Aapdu Saurashtraફિંડલા માં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે. આ ફળના રસના ડાઈયુરેટીક ગુણધર્મને કારણે તે સુગર, ફેટ અને સ્ટાર્ચને લોહીમાં ભળતું અટકાવી, ધમનીની દીવાલોમાં જામતું અટકાવે છે. આ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.

ફીંડલા લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે. લીવરની તકલીફ માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ફીંડલા દમ, અસ્થમા જેવી તકલીફ દૂર કરે છે. ફીંડલા શારીરિક નબળાઈ દૂર કરે છે અને મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ફીંડલા પાચનતંત્ર સુદ્રઢ બનાવે છે. ફીંડલા ચામડીના રોગ માટે પણ ઉપયોગી છે અને સાંધાનો ઘસારો દૂર કરે છે. ફીંડલા માં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે.

ખાંસી ની તકલીફ ધરાવતા લોકો એ થોરના ફુલ ને વાટી ને ખાવુ જેથી ખાસીમાં ફાયદો થાય છે. આ ઉપરાંત તેના ફળનું શરબત પીવા થી પિત, વિકારમા ફાયદો થાય છે.

જો કોઈ વ્યક્તિ કાનના દર્દ થી પીડાતુ હોય તો આ ફળનો રસ પીવાથી દર્દમાં રાહત મળે છે.