બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાજેશ ખન્ના એક એવા અભિનેતા છે, જે હિન્દી સિનેમામાં પોતાના ઉત્તમ અભિનય માટે ઓળખાય છે. રાજેશ ખન્ના એ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. એટલું જ નહીં, અભિનેતા એ એક ક્યારેય ના તૂટવા વાળો રેકોર્ડ પણ બનાવ્યો છે.
વર્ષ ૧૯૬૯ થી ૧૯૭૧ ના સમયમાં રાજેશ ખન્ના એ ૧૫ અલગ અલગ હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. રાજેશ ખન્નાનો જન્મ ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ ના પંજાબ રાજ્યમાં અમૃતસરમાં થયો હતો. આજે અમે તમને સુપરસ્ટાર રાજેશ ખન્ના વિષે કેટલીક મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છે.
રાજેશ ખન્ના બોલીવુડ ઇન્ડસ્ટ્રીના શાનદાર અભિનેતા કહેવાય છે. એમણે પોતાના દિલકશ હાસ્યથી બધાનું દિલ જીતી લીધું હતું. ભલે રાજેશ ખન્ના આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ એ પોતાના ફેન્સના દિલમાં હંમેશા જીવંત રહેશે. અભિનેતા એ બોલીવુડ ફિલ્મોમાં કામ કરીને ખૂબ જ શોહરત મેળવી છે.
રાજેશ ખન્ના એ બોલીવુડમાં પોતાના કરિયરની શરુઆત ૧૯૬૬ માં આવેલી ફિલ્મ ‘આખિરી ખત’ થી કરી હતી. આ ફિલ્મને ચેતન આનંદે નિર્દેશિત કરી હતી. રાજેશ ખન્નાની બીજી ફિલ્મ ‘રાજ’હતી, જે રવિન્દ્ર દાવે એ નિર્દેશિત કરી હતી.
વર્ષ ૧૯૬૯ થી ૧૯૭૧ માં રાજેશ ખન્ના એ સતત ૧૫ હિટ ફિલ્મોમાં કામ કર્યું અને એ સિનેમાના પહેલા સુપરસ્ટાર બન્યા. ૨૯ ડિસેમ્બરના જ ટ્વિન્કલ ખન્નાનો જન્મદિવસ હોય છે. ટ્વિન્કલ ખન્ના ૪૭ વર્ષની થઇ ચુકી છે
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાજેશ ખન્ના પોતાની દીકરીઓને ખૂબજ પ્રેમ કરતા હતા. રાજેશ ખન્ના પોતાની બંને દીકરીઓ ટ્વિન્કલ ખન્ના અને રિંકી ખન્ના પર જાન આપતા હતા.
એ જ કારણ છે કે એમણે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં પોતાની બધી સંપતિ પોતાની દીકરીઓના નામે કરી દીધી હતી પરંતુ અભિનેતા એ પોતાની પત્ની ડિમ્પલ કપાડિયાને એક પૈસો નહતો આપ્યો.
ડિમ્પલ પોતાની પહેલી ફિલ્મ ‘બોબી’ના શૂટિંગ સમયે ફક્ત ૧૬ વર્ષની હતી, અને શૂટિંગ દરમિયાન જ ડિમ્પલે નાની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ડિમ્પલ કપાડિયા સાથે રાજેશ ખન્નાનું લગ્નજીવન બરાબર નહતું ચાલી રહ્યું.
એ પોતાના લગ્નજીવનમાં જરાય ખુશ નહતા. આ બંનેના લગ્નનો સંબંધ ૧૧ વર્ષ સુધી ચાલ્યો, એ પછી આ બંને એકબીજાથી અલગ થઇ ગયા અને એ અલગ રહીને પોતાનું જીવન પસાર કરવા લાગ્યા.
ખબરો અનુસાર એવું જણાવાય છે કે રાજેશ ખન્ના લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની ચલ અચલ સંપતિના માલિક હતા અને અભિનેતા એ મરતા પહેલા પોતાની વસિયત પણ તૈયાર કરાવી લીધી હતી.
એવું કહેવાય છે કે આ દુનિયા છોડતા પહેલા રાજેશ ખન્ના ઘરનાની સામે પોતાની વસિયત વંચાવવા ઇચ્છતા હતા. રાજેશ ખન્નાની વસિયત જમાઈ અક્ષય કુમાર, પત્ની ડિમ્પલ કપાડિયા, અને કેટલાક મિત્રોની હાજરીમાં વંચાવવામાં આવી હતી..
રાજેશ ખન્નાની વસિયત અનુસાર, અભિનેતા એ પોતાની બધી મિલકત બે બરાબર ભાગમાં વહેંચી દીધી અને બંને દીકરીઓ ટ્વિન્કલ ખન્ના અને રિંકી ખન્નાના નામે કરી દીધી હતી. રાજેશ ખન્નાની ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપતિમાં એમનો મશહૂર બંગલો આશીર્વાદ,
બેંક ખાતા અને અન્ય ચલ અચલ સંપતિનો સમાવેશ થાય છે અને સૌથી મોટી ખાસ વાત એ છે કે સુપરસ્ટાર રાજેશ ખન્ના એ પોતાની સંપતિમાંથી ડિમ્પલ કપાડિયા અને લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણીને કાઈ આપ્યું નહતું.
અનીતા આડવાણી એ રાજેશ ખન્નાની સંપતિમાં પોતાનો હિસ્સો મેળવવા માટે કાનૂની લડાઈ પણ લડી હતી પરંતુ એમના હાથ કાઈ લાગ્યું નહીં. તો રાજેશ ખન્નાનો મશહૂર બંગલો ‘આશીર્વાદ’ પણ એમની દીકરીઓએ ઉતાવળમાં ઓછુ કિંમતમાં વહેંચી દેવો પડ્યો હતો.
રાજેશ ખન્નાની બંને દીકરીઓ આ બંગલાને એક મ્યુજીયમ બનાવવા ઇચ્છતી હતી પરંતુ પછી એમણે પોતાના આ નિર્ણયને બદલી દીધો અને બંગલાને ૯૫ કરોડ રૂપિયાની કિંમતમાં વેચી દીધો હતો.