રામાયણ માં કહેવામાં આવ્યું છે કે જે લોકો પાસે વધારે પૈસા નથી, તેનાથી દેવી લક્ષ્મી હંમેશા ગુસ્સે રહે છે….

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખ સુવિધાઓ સાથે પસાર કરવા માંગે છે,આટલું જ નહિ પરંતુ હમેશા સુખદ જીવન પસાર થાય તેવી ઈચ્છા ધરાવે છે,

પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે દરેકના ભાગ્ય એક જેવા સારા અને મજબુત હોતા નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો સારું જીવન પસાર કરવા માટે પહેલા તો પૈસા હોવા ખુબ જરૂરી છે.

જયારે પૈસાની પ્રાપ્તિ માટે વ્યક્તિ રાતદિવસ સતત મહેનત કરતો રહે છે.જયારે મહેનત કરીને અમુક લોકો પૈસાની બાબતમાં ઘણું સુખ પ્રાપ્ત કરી લેતા હોય છે,

જીવનમાં પૈસા જ અન્ય સુખ પ્રાપ્ત થતું નથી,જેમ કે પૈસા હોય છે,પરંતુ ઘરમાં શાંતિ જોવા મળતી નથી ત્યારે વ્યક્તિ ઘણો તણાવમાં રહે છે.માટે ઘરમાં ધનની સાથે સાથે શાંતિ પણ રહેવું ખુબ જરૂરી છે.

આજના સમયમાં લોકો ઘણા એવા કામો કરી રહ્યા છે.તેમને પૈસાનો લાભ મળે છે પરંતુ તેમનું મન વ્યગ્ર બને છે.હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વપૂર્ણ પુસ્તક રામાયણમાં જીવન જીવવાની ઘણી અને ઉપાયો પણ જણાવ્યા છે.

જો વ્યક્તિ આ દરેક બાબતો પોતાના જીવનમાં અપનાવે છે અથવા તેને ધ્યાનમાં રાખે છે તો તે વ્યક્તિ સરળ અને શાંતિપૂર્ણ રીતે પોતાનું જીવન પસાર કરી શકે છે.

રામાયણ શાંતિ પૂર્ણ રીતે જીવન જીવવાની પ્રેરણા આપે છે,જયારે શ્રી રામ ચરિત માનસમાં પણ ઘણા આવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે માતા લક્ષ્મી અમુક કામથી વધારે ગુસ્સે થાય છે,

જે તમારે જીવનમાં વધારે ધ્યાન રાખવું પણ જરૂરી છે,માટે આજે તમને આના પાછળ રહેલ કેટલાક કારણો જણાવી રહ્યા છીએ,જે તમને જીવનમાં ઘણા ઉપયોગી થઇ શકે છે…

માતા લક્ષ્મી આવા લોકોથી ગુસ્સે થાય છે –

રામાયણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો પોતાનો જીવનસાથી યોગ્ય નથી,એટલે કે આ બાબત તમને જોવા મળી રહી છે તો ચોક્કસ રીતે આવા ઘરમાં માતા લક્ષ્મી રહેતી નથી,

આટલું જ નહિ પરંતુ ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ નહિ પરંતુ ગુસ્સો સહન કરવો પડે છે.એવું કહેવામાં આવે છે કે જીવનસાથી તમારી જીંદગીમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે.જો જીવનસાથી તમને સપોર્ટ નહીં કરે ,

અથવા તેના વિચારો યોગ્ય નથી તો વ્યક્તિને પૈસાની ખોટ ચોક્કસ રીતે રહન કરવી પડે છે.રામાયણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો જે વ્યક્તિ વધારે લાલચ અને લોભ કરતો રહે છે તે વ્યક્તિ જીવનમાં વધારે પૈસા પ્રાપ્ત કરીને પણ વધારે સુખી જીવન પસાર કરી શકતો નથી

લોભ એક એવી વસ્તુ છે જે તમને સુખ પ્રાપ્ત થવા દેતો નથી.જયારે લોભમાં વધારો થાય છે ત્યારે મનમાં અનેક ઈર્ષ્યા પણ ઉભી થવા લાગે છે.જેના કારણે તમારું મન કદી સ્થિર રહેતું નથી.માટે જો તમારે પણ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી છે તો લોભથી તમારે દૂર રહેવું પડશે.

રામચરિત માનસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ગૌરવ અનુભવે છે અથવા તેની કોઈપણ વસ્તુ અથવા પૈસા વગેરેમાં વધારે ગર્વ લેવા લાગે છે તે વ્યક્તિ અમુક સમય પછી દુખી જોવા મળે છે,

તેની પાસે રહેલ દરેક સુખનો અંત આવતો હોય છે.એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાના ખરાબ અભિમાનને લીધે પોતાનો નાશ કરે છે,જો તમારી પાસે પણ સુખ અને સંપત્તિ છે તો તમારે અભિમાન ન રાખવું જોઈએ.

રામાયણમાં એવું પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ હમેશા કોઈને કોઈ નશો કરતો રહે છે તે વ્યક્તિ જીવનમાં આગળ આવતો નથી,આટલું જ નહિ પરંતુ પરિવારને પણ તે નુકશાન કરે છે.

આવા લોકો જીવનમાં પૈસા અને સુખ સપનામાં પણ પ્રાપ્ત કરી શકતા નથી.જયારે એવું કહેવામાં આવે છે કે આવા લોકોના ઘરે માતા લક્ષ્મી આવતી નથી.આ લોકો હમેશા ગરીબીમાં જીવન પસાર કરે છે,માટે તમારે પણ આવી વ્યસની આદતનો ત્યાગ કરવો જોઈએ.