“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ને દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો નાં તમામ કલાકારો એ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી રાખી છે.
“તારક મહેતા કા ઊલ્ટાચશ્મા” શો ની લાંબી સ્ટારકાસ્ટ છે અને તે તમામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ રહે છે.
ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના વિશે વારંવાર કંઈક ને કંઈક શોધતા રહે છે. તેવામાં એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જુના એપિસોડનો છે, જે ખૂબ જ વાયરલ થhttps://panchatiyo.com/disha-vakani-na-papa-pan-kari/ઇ રહ્યો છે.
લાંબા સમયથી ગાયબ છે દિશા
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં લોકો જેઠાલાલ અને દયા ભાભીનાં રોલને ખૂબ જ વધારે પસંદ કરે છે. દિશા વાકાણી એ “દયાભાભી” નો રોલ નિભાવ્યો છે અને તે ખૂબ જ લાંબા સમયથી શો માં નજર આવી રહી નથી.
તેવામાં ફેન્સ તેમની આજે પણ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે હાલમાં તો તેમનાં શો માં પરત ફરવાના કોઈ એંધાણ નજર આવી રહ્યા નથી પરંતુ તેમની સાથે જોડાયેલી એક દિલચસ્પ વાત અમે તમારા માટે લઈને આવ્યા છીએ.
દિશા વાકાણીના પિતા પણ રહી ચૂક્યા છે શો નો ભાગ
એ તો બધા જ લોકો જાણતા હશે કે “દયાભાભી” નો રોલ નિભાવનાર દિશા વાકાણીનાં ભાઈ મયુર વાકાણી શો નો ભાગ છે. તે સુંદરલાલનાં રોલમાં નજર આવે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ,
દિશા વાકાણીનાં પાપા પણ આ શો નો ભાગ રહી ચૂક્યા છે. તે શો નાં એપિસોડમાં નજર આવ્યા છે, જેમાં બાઘા, જેઠાલાલ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દે છે. દિશાના પાપાનું નામ ભીમ વાકાણી છે.
માવજીભાઈનાં રોલમાં જોવા મળ્યા હતાં દિશાના પાપા
આ એપિસોડમાં જેઠાલાલ બાઘાને માવજીભાઈ છેદા નાં દિકરાનાં લગ્નમાં પ્રેશર કુકર ગિફ્ટ કરવા માટે કહે છે. સાથે જ તેમને કહે છે કે ૫૦ હજાર રૂપિયાનો ચેક તે ગોકુલધામ સોસાયટીનાં સેક્રેટરી આત્મારામ ભીડેને આપી દે પરંતુ બાઘા તેનું ઉલ્ટુ કરી નાખે છે.
તે ભીડે પ્રેશર કુકર આપી દે છે અને માવજીભાઈને ૫૦ હજાર રૂપિયા આપી દે છે. આ કારણથી ચંપકલાલ, જેઠાલાલ, માવજીભાઈ અને ભીડેની વચ્ચે મોટી ગેરસમજણ ઉત્પન્ન થઈ જાય છે. માવજીભાઈનાં રોલમાં નજર આવેલા વ્યક્તિ જ દયાભાભી એટલે કે દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી છે.
ઇન્ડસ્ટ્રીનાં મોટા સિતારાઓની સાથે કરી ચૂક્યાં છે કામ
ભીમ વાકાણીનું એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે, જે આમિર ખાન થી લઈને શાહરુખ ખાન સુધી સ્ક્રીન શેર કરી ચૂક્યાં છે.
તે આમિર ખાનની સાથે “લગાન” ફિલ્મમાં, શાહરુખ ખાન સાથે “સ્વદેશ” ફિલ્મમાં, લજ્જા, વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ ફિલ્મમાં નજર આવી ચૂક્યાં છે.