બોલિવૂડ ની આ સુંદર એક્ટ્રેસ બની શકે છે, આમિર ખાન ની ત્રીજી પત્નિ, નામ જાણીને લાગશે જોરદાર ઝટકો..

બોલિવૂડનાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને શનિવારે પોતાનાં ૧૫ વર્ષના લગ્નને તોડતા પત્નિ કિરણ રાવ સાથે છૂટાછેડા લઇને બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બંનેએ પરસ્પર સહમતીથી આ સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

આમિર અને કિરણે સ્ટેટમેન્ટ જારી કરીને અલગ થવાની જાણકારી આપી હતી. આમિર અને કિરણનાં અલગ થવા પર સોશિયલ મીડિયા પર પણ તેમના ફેન્સનાં ઘણા રીએક્શન આવી રહ્યા છે. જ્યારે સાથે જ ફેન્સે ફાતિમા સના શેખને પણ ટ્રોલ કરી દીધી છે. આ બંનેને અલગ થવા પાછળ લોકો ફાતિમાને જવાબદાર ગણાવી રહ્યા છે.

Fatima Sana Shaikh: In a pandemic where everything is shut, I can't be more grateful that people are seeing my work on OTT | Bollywood - Hindustan Times

તેવામાં લોકો ફાતિમા સના શેખ વિષે જાણવા માંગે છે. ફાતીમાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. આ એક્ટ્રેસના પિતા વિપીન શર્મા જમ્મુનાં બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

જ્યારે તેની માતા શ્રીનગરની મુસ્લિમ પરિવારને બિલોંગ કરે છે. તેમના ઘરમાં ઇસ્લામ ધર્મને માનવામાં આવે છે. આ કારણે આ એક્ટ્રેસનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. ફાતિમા એ પોતાનું કરિયર ચાઇલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં શરૂ કર્યુ હતું. ફિલ્મ ચાચી-૪૨૦ માં તે કમલ હસન અને તબ્બુની દિકરીનાં રોલમાં ફાતિમા હતી.

આ ફિલ્મ બાદ તે “બડે દિલવાલા” અને “વન ટુ કા ફોર” ફિલ્મોમાં નજર આવી હતી. “વન ટુ કા ફોર” ફિલ્મમાં તેમણે શાહરુખ ખાન અને જુહી ચાવલા સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ફાતિમાએ અમુક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ત્યારબાદ ફાતિમાને લીડ રોલમાં “દંગલ” ફિલ્મમાં કામ કરવાનો અવસર મળ્યો હતો. આ ફિલ્મ દ્વારા ફાતિમા અને સાન્યા મલ્હોત્રા બંનેએ લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં બંને આમિર ખાનની દિકરી બની હતી. ફાતિમા અને સાન્યા ની આ ફિલ્મ માટે ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.

આ ફિલ્મ બાદ ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” માં નજર આવી હતી. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન બંનેના અફેરની ખબરો પણ વાયરલ થઇ હતી. આ ખબર પર જોકે આમિર ખાને ક્યારેય કોઈ રીએક્શન આપ્યું નહોતું પરંતુ ફાતિમાએ તેના પર પોતાનું રિએક્શન જરૂર આપ્યું હતું,

One failure is not going to make me run away': Fatima Sana Shaikh on Thugs of Hindostan debacle & New Year hopes

અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, “પહેલાં મને આ વાતોથી ઘણો ફરક પડતો હતો પરંતુ હવે મને ખરાબ લાગતું નથી. એવા ઘણા લોકો છે જેને હું ક્યારેય મળી નથી, તે મારા વિશે ઘણું બધું લખે છે, તે આ વાતની હકીકત જાણવાની કોશિશ પણ કરતા નથી. મે આ બધી વાતોને નજરઅંદાજ કરતાં શીખી લીધું છે”.

ફાતિમા સના શેખનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ “અજીબ દાસ્તાં” માં જોવા મળી હતી. તે ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

આ ફિલ્મ પહેલા તે દલજીત દોસાંજ અને મનોજ વાજપેયી સાથે “સુરજ પે મંગલ ભારી” માં નજર આવી હતી. આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. આ સિવાય તે “લુડો” અને “અજીબ દાસ્તાં” જેવી ફિલ્મોમાં કામ કરીને નામ કમાઇ ચૂકી છે. ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમની પાસે અન્ય ઘણા પ્રોજેક્ટસ પણ છે.