વરદી માં કાણું પાડીને મહિલા જેલર કેદીઓ સાથે બાંધતી શારીરિક સંબંધ, ખુલાસો થતાં પોલીસના હોશ ઉડી ગયા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક સુધારણા અધિકારીને કેદીઓ સાથે સંભોગ કરવા બદલ 7 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા અધિકારીએ સંભોગ માટે પેન્ટમાં કાણું પડાવ્યું હતું.

આરોપ છે કે જેલના 11 કેદીઓની સામે આ અધિકારીએ અન્ય કેદી સાથે સંભોગ કર્યો હતો. આ મહિલાની ઓળખ કેલિફોર્નિયાના ફ્રેસ્નો કાઉન્ટીની સુધારણા અધિકારી 27 વર્ષીય ટીના ગોંઝાલેજ તરીકે થઈ છે.

સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટીના ગોંઝાલેઝે જેલના કેદી સાથે સંભોગને સરળ બનાવવા માટે વરદીમાં કાણું પડાવ્યું હતું. ગોંઝાલેઝે ધરપકડ કરાયેલા કેદીઓ સાથે સહમતિથી જાતીય પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો.

આ મહિલા સાથે સંભોગમાં સામેલ કેદી એક પુખ્ત વયનો હતો અને સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કારણોસર કોર્ટે વરદીને નુકસાન પહોંચાડવા અને ઓન ડ્યૂટી અશ્લીલ કૃત્યના કેસમાં સજા સંભળાવી હતી.

આ રીતે થયો ખુલાસો

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેટલાક જેલ કર્મચારીઓએ કેદીઓને મહિલા અધિકારી સાથે જાતીય સંબંધો વિશે વાત કરતા સાંભળ્યા. આ અંગે ફ્રેસ્નો કાઉન્ટી શેરિફની ઓફિસને જાણ કરવામાં આવી હતી.

કેસની તપાસ દરમિયાન આ મહિલા અધિકારીના કૃત્યની જાણ થતાં પોલીસના હોશ ઉડી ગયા હતા. મદદનીશ શેરીફ સ્ટીવ મૈકકૉમસે જણાવ્યું હતું કે મહિલા અધિકારીનું કૃત્ય ભ્રષ્ટ મનવાળા ગુનેગારની જેવું હતું.

મહિલા અધિકારીએ કેદીને રેઝર અને ફોન આપ્યો

પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ટીના ગોંઝાલેઝે કેવી રીતે કેદી સાથે સંભોગ કર્યો હતો. આ મહિલા અધિકારીએ કેદીને એક રેઝર પણ આપ્યું હતું,

જે જેલનું સંભવિત શસ્ત્ર માનવામાં આવે છે. મહિલાએ તે કેદીને એ પણ શીખવ્યું હતું કે, જેલ અધિકારીઓએ સેલની તપાસ દરમિયાન રેઝરને કેવી રીતે છુપાવાનું છે. ફોન લોગ્સથી પણ બહાર આવ્યું છે કે ગોંઝાલેઝ લાંબા સમયથી કેદી સાથે સંબંધમાં હતી.

કેદી મહિલા અધિકારી સાથે ફોન પર અશ્લીલ વાતો કરતો હતો
પોલીસે ટીના ગોંઝાલેઝ પર નોકરી પહેલાની શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મહિલા અધિકારીની કાર્યવાહીથી જેલના અન્ય સાથીઓની સલામતી પણ જોખમમાં મૂકાઈ છે.

પરંતુ, લેડી ઓફિસરને તેની કાર્યવાહી માટે કોઈ પસ્તાવો નથી. કેદીના સેલની તલાશી લેતાં પોલીસ અધિકારીઓને એક ફોન પણ મળ્યો હતો જેથી તે મહિલા અધિકારી સાથે અશ્લીલ વાતો કરતો હતો.