બજાર માં મળતા કેમિકલ યુક્ત સાબુ ની જગ્યાએ ઘરે જ સરળ રીતે બનાવો શુદ્ધ લીમડાનો સાબુ, આ રીતે બનાવો

આજ ના આ આર્ટીકલ મા કોઈ વાનગી ની રીત વિશે વાત નથી કરવાની પરંતુ અત્યાર ના સમય મા મોટેભાગે જોવા મળતી એવી એક ચામડી થી લગતી તકલીફ વિશે વાત કરવાની થાય છે.

આ ચામડી થી લગતી કોઇપણ તકલીફ જોવા મળે એટલે તરત લીમડો યાદ આવે છે અને મોટેભાગે લોકો તેની જ સલાહ પણ આપતા હોય છે. શરીર મા જયારે પણ આવી તકલીફ જોવા મળે તો લીમડા ના સાબુ નો ઉપયોગ કરવો હિતાવહ છે.

આ માટે બજાર માથી લેવા મા આવતો આ સાબુ મા કેટલા પ્રમાણ મા લીમડો હોય છે તે નક્કી કરવું થોડું મુશ્કેલ બને છે પરંતુ જો આ જ સાબુ ઘરે બનાવી લેવામા આવે તો કોઇપણ જાત ની ચિંતા વગર આ સાબુ વાપરી શકાય છે.

આ સાબુ ને તમે ઘરે જ સેહ્લાઈ થી ઘણી ઓછી મહેનતે તેમજ ઓછી વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો. આ લીમડા થી ચામડી સાથે મોઢું પણ સૂંદર બને છે અને ખીલ તેમજ બીજા ડાઘ પણ આ લીમડા મા રહેલ એન્ટી બેક્ટેરીયલ તત્વો થી દુર થાય છે.

આ લીમડા માંથી બનાવવા મા આવતા સાબુ ની રીત:-

સૌથી પેહલા લીમડા ના તાજા પાન તોડી તેને સાફ પાણી થી ધોઈ લો. ત્યારબાદ તેમાં થી માત્ર એક મૂઠી જેટલા પાન લો અને તેને મીક્ષર ની મદદ થી પાણી ઉમેરી એક ઘટ્ટ પ્રદાર્થ બનાવી લો.

હવે આ તૈયાર કરેલ પેસ્ટ મા એક વિટામીન ઈ ની કેપ્સુલ ઉમેરી દો અને તેને સારી રીતે ભેળવી લો. હવે એક ગ્લીસરીન સાબુ ને જીણું છીણી ને તેને ગરમ કરી ઓગાળવાનો છે.

પણ તે પેહલા એક પ્લાસ્ટીક ની નાની ડબી અથવા તો આઈસ્ક્રીમ ની ડબી નો ઉપયોગ કરી શકાય છે. આ ડબી ની અંદર ની બાજુએ થોડી વેસેલીન લગાવી દેવી જેથી આ સાબુ સરળતા થી બહાર નીકળી શકે.

હવે આ ડબી ને એક તરફ રાખી દો. આ ઉપરોક્ત છીણેલું સાબુ લઇ તેને સીધું ગેસ પર નથી રાખવાનું પરંતુ એક બીજી તપેલી મા અડધા થી વધુ પાણી ભરી ઉકળવા દો અને આ છીણ ને તેના ઉપર રાખી તેના વરાળ થી ઓગળવાની છે.

આ ગ્લીસરીન સાબુ ઝડપ થી પાછુ જામવા લાગે છે તે માટે ઉપરોક્ત બનાવેલું લીમડા ના પેસ્ટ ને આ સાથે ભેળવી દો અને તેને સતત હલાવતા રહો. આ મિશ્રણ સારી રીતે ભળી જાય ત્યારબાદ તેને ડબી મા ભરી લો.

આ ડબી ને અડધી થી પોણી કલાક માટે ફ્રીઝર મા કડક થવા રાખી દો. ત્યારબાદ આ ડબી ને કાઢી લેવી આ તૈયાર છે તમારો લીમડા નો સાબુ. હવે તેને એક સામાન્ય સાબુ ની જેમ ઉપયોગ મા લઇ શકાય છે.